ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય
ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાયો એ વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા શ્રેષ્ઠત્તમ લોકોનું બિન રાજકીય, નિ:ર્સ્વાથ, સમાજસેવી સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંગઠન છે. આ સંસ્થાની સ્થાપનાનો ઉદે્શ ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે. વિકાસની વ્યાખ્યામાં સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક વગેરે તમામ પ્રકારના વિકાસનો સમાવેશ થાય છે. આ હેતુથી પ્રબુદ્ધ અને સાધન સંપન્ન વર્ગે સમાજ કલ્યાણા કામ માટે પ્રેરણા આપવાનું તથા સેવા અને સંસ્કાર દ્વારા ગરીબ વર્ગનનો ઉત્થાન માટે કામ કરવા તરફ વાળવાનું કામ કરે છે.
ભારત વિકાસ પરિષદ – ગુજરાત રાજ્યમાં ગુજરાત મધ્ય, ગુજરાત ઉત્તર અને ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ એમ ત્રણ પ્રાંતમાં વહેચવામાં આવેલ છે. આજે ગુજરાત રાજ્યમાં કુલ 58 શાખાઓ કાર્યરત છે.
ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્યમાં 10 જીલ્લા આવેલા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, આણંદ, વડોદરા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી. હાલમાં ચાર જીલ્લામાં કુલ 22 શાખાઓ આવેલી છે. અમદાવાદ શહેરમાં પાલડી, મણીનગર, ઇસનપુર, વટવા, નિકોલ, ઓઢવ, બાપુનગર, મહાવીરનગર, સેટેલાઈટ, હાટકેશ્વર, ઘાટલોડિયા, થલતેજ, કાંકરિયા.ખેડા જીલ્લામાં કપડવંજ, ગાંધીનગર જીલ્લામાં ગાંધીનગર, ઈડર અને ભિલોડા. વડોદરા શહેરમાં અલકાપુરી,સયાજીનગરી,ઇન્દ્રપુરી,સંસ્કારનગરી, ગોધરા.
ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્યમાં કુલ સ્થાઈ 17 પ્રોજેક્ટ્સ ચાલે છે. જેમાં પાલડી શાખા દ્વારા વિકલાંગ સહયતા કેન્દ્ર, જનરિક મેડીકલ સ્ટોર, ICU ઓન વ્હીલ્સ, કોલ્ડ સ્ટોરેજ કોફીન બોક્ષ, વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર, વિકલાંગ જીવનસાથી પસંદગી કેન્દ્ર, કોમ્પુટર ટ્રેનિંગ સેન્ટર, દર્દી રાહત યોજના, વટવા શાખા દ્વારા ફીઝીયોથેરાપી સેન્ટર, અન્નક્ષેત્ર, તબીબી સહાય કેન્દ્ર. ઇસનપુર શાખા દ્વારા ફીઝીયોથેરાપી સેન્ટર, હોમીઓપેથી દવાખાનું, રીડિંગ લાયબ્રેરી. હાટકેશ્વર શાખા દ્વારા તબીબી સહાય કેન્દ્ર . મણીનગર શાખા દ્વારા ફીઝીયોથેરાપી સેન્ટર અને તબીબી સહાય કેન્દ્ર . ઈડર અને ગાંધીનગર શાખા દ્વારા મિનરલ પાણી કેન્દ્ર . ભિલોડા શાખા દ્વારા બેટી બચાવો વગેરે પ્રકારના સ્થાઈ પ્રોજેક્ટ્સ ચાલે છે.
તબીબી સહાય કેન્દ્રમાં – Oxygen Cylinder and Oxygen Concentrator- Water bed- Air Bed-Fowler Bed-Table Top- Wheel Chair – Chair with Komod pan – Nebuliser – Suction machine – Back Rest etc. સાધનો રાખવામાં આવે છે.